હું તારો બની જાઉંં
હું તારો બની જાઉંં
મને મળવાનો વાયદો હવે પૂરો કરી દે,
મારી વિરહની વદેનાને હવે શાંત કરી દે,
તારી નજર મારી સાથે મેળવીને વાલમ,
તારા નયનના આયનામાં મને રહેવા દે.
તારી ધડકન સાથે મને તાલ મેળવવા દે,
તારી તસ્વીર મારા હ્રદયમાં વસાવવા દે,
તારી સુંદરતનો દીવાનો બનવી દે વાલમ,
તારા મસ્ત અદાઓથી મને મદહોંશ કરી દે.
તારી સાથે પ્રેમનો તંતુ મજબૂત કરવા દે,
તારી સાથે ભવભવના ફેરા મને ફરવા દે,
"મુરલી" મને આલિંગન આપીને વાલમ,
હું તારો બની જાઉં એવો મજબૂર કરી દે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

