હું તારી
હું તારી
હવેથી બસ વિચારોમાં હું તારી..
હયાતી છું છતાં પણ બસ યાદોમાં હું તારી...
તારાથી દૂર ભલે બસ આંખ મીચ એટલે હું તારી..
મગજથી કંટાળેલી પણ હૃદયથી હું તારી...
સ્પર્શી ન શકું ભલે તને હું... પણ સપનાની દુનિયામાં હું તારી...
તારી દુનિયાથી અળગી ભલે....'હિર'ની દુનિયામાં હું તારી.

