STORYMIRROR

Pooja Kalsariya

Drama Others

3  

Pooja Kalsariya

Drama Others

હું સમય

હું સમય

1 min
177

આજકાલ જેને બહુ ખરાબ કહો છો તે

પણ ગઇકાલે મારો વટ જોયો !

કેટલો ચમકતો, ફોરમતો, ધમાકેદાર હતો...


આજે હું કોઈના વશમાં નહોતો,

બધા મારા બાહુપાશમાં હતા,

કેટલાક તો મને પીતા હતા,

કેટલાકને હું પીવડાવતો હતો,


બે દિવસને હું ધડાકેદાર ફૂટયો,

મીઠાઈ અને ફરસાણથી ઉબે ચડી ગયો,

નવી નવી ગાડીઓ અને પેટ્રોલના ધુમાડા,

છતાંય હું વટથી ફરતો રહયો,


મારી સાથે દયા, વિકાસ, મોંઘવારી, ખુશ્બુ....

ક્યાંક પ્રેમ તો કે કયાંક ઈર્ષા પણ ફરતા રહ્યાં,  

કેટલાકના મગજનાં વળાંકોમાં દોડતો રહ્યો,

તે કેટલાકની આંખમાંથી આસું રૂપે વહેતો રહ્યો,


કેટલાક નફરત ને તો કેટલાક અહ્મને,

કેટલાક ક્ષમા ને લઈને ચાલ્યાં,

બહુ ફરી હું મિત્રોની સંગે,

બસ હવે કહેતા નહીં હું ખરાબ છું,

તમે જેવા છો એવો જે હું તમારો છું ...... 

તમારો જ સમય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama