હું શિક્ષક છું
હું શિક્ષક છું
હું શાળાનો માળી, હર ફૂલ સંભાળી રાખુ
હર કળી સુગંધથી મહેકે, એ આશા રાખું,
હું ગઝલ, હું કવિતા, હું સોનેટ અને છપ્પા
હું ભાષા હું વ્યાકરણ, હું સાહિત્ય આખું.
શાળામાં કાલા ઘેલા શબ્દો બોલી ભણતા
કાચું કાચું વાવતાને, છેલ્લે ધારદાર લણાતાં,
વિદ્યા, વિનય, વિવેક, વ્યવહારનું ખાતર નાખું
શિક્ષણની સાથે સાથે સંસ્કારની દવા છાંટું.
શિસ્ત, સભ્યતા, ખડતલપણું, મારાથી શીખે
ડરતા પણ ખોટું ન કરતા એ માસ્તરની બીકે,
સમાજ કહે કશું ન કરતો, જાણું ઝાંખું ઝાંખું
શિક્ષક છું કહું ગર્વથી, આ સમાજને હું હાકું.
