STORYMIRROR

Varun Ahir

Drama Romance

3  

Varun Ahir

Drama Romance

હું પ્રેમમાં છું

હું પ્રેમમાં છું

1 min
365

દર પ્રહરે દર મૌસમે છબી તારી જ જોતા લાગ્યું થોડા વ્હેમમાં છું,

સત્યના સાથી અરીસામાં પણ તમને જ ભાળતા, થયું હું પ્રેમમાં છું.


આમ તો સમય અવિરત છે પણ મારા માટે થંભી ગયો,

આમ એકચિત્તે સાંભળતા તમારી અવનવી વાતો, થયું હું પ્રેમમાં છું.


અનુભવ સ્વર્ગસમો કોણે કહ્યું છે માત્ર મૃત્યુ પર્યંન્ત,

સ્પર્શ તારો પામતા જ થયું હું પ્રેમમાં છું.


પડતા ખબર કે છું 'શોખીન' માત્ર તારા જ સ્નેહનો,

અન્ય સંયોગો થયા બધા વામણા ને થયું હું પ્રેમમાં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama