STORYMIRROR

Jn Patel

Inspirational Others

1.9  

Jn Patel

Inspirational Others

હું કોણ ?

હું કોણ ?

1 min
27.3K


લાગણીઓ લઇ પ્રેમનો ભર્યો છે દરબાર અમે

અહેસાસોની ઓથમાં જોયા છે નિરાકાર અમે


મન મંદિરમાં મનગમતો આપ્યો છે આકાર અમે

બંધ આંખોમાં જ કરીએ છીએ સાક્ષાત્કાર અમે


કરતા રહ્યાં છો અભિષેક મુખમાં લગાતાર તમે

જેલ્યા છે તમારા ભરોસે કેટલાય પડકાર અમે


હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે

વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે


સિંહને મોઢું ખોલવાનું કહી ગણિત ગણનાર અમે

પત્થરે પાટુ મારી પેદા કરીએ એવા પાણીદાર અમે


અટવાયા આજે ભોગવાદ ને ભ્રાંતવાદમાં અમે

ચમત્કાર જોઇ દંડવત પડી કરતા નમસ્કાર અમે


જીવ "જગત" જગદીશ સમજાવો ગીતાકાર તમે

તમારોજ અંશ બની અવતરેલા અવતાર અમે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational