હું કલાકાર બનું છું
હું કલાકાર બનું છું


જો એકલો ચાલુ તો સાવ નોખો રહું છું,
જો હોય બધા સાથે તો ટોળામાં ખપુ છું,
હિંમત કરી વિખૂટો પડું એમનાથી હું,
એમના મુખે ત્યારે નિર્બળમાં ખપુ છું.
નથી હું કોઈ સાધુ કે નથી કોઈ ફકીર,
નથી હું કોઈ નેતા કે નથી કોઈ અમીર,
હોઉં જયારે બાળકોની સાથે વર્ગમાં,
શિક્ષક છતાં ત્યારે હું કલાકાર બનું છું.
વ્યક્તિને સમષ્ટિમાં માત્ર ફર્ક આટલો,
ગાગર અને સાગરમાં રહ્યો ભેદ જેટલો,
સામા પ્રવાહને હું જ્યારે પાર કરું છું,
વ્યક્તિ મટી ત્યારે થોડો માનવ બનું છું હું.