STORYMIRROR

Khushi Acharya

Romance Inspirational

3  

Khushi Acharya

Romance Inspirational

હું હાર્યો

હું હાર્યો

1 min
423

હું શબ્દો ની હોડમાં હારી ગ્યો છું, 

બોલીમાં બળ નથી વાર્તામાં કોઈ વાત નથી,


મને સાંભળવા તારી આંખોમાં ચાહ જગાવ, 

અબોલા મારા બે બોલ ઇશારામાં સમજી બતાવ,

 

હું બંધાયો છું બેહિસાબ નિરાશાની સાંકળમાં, 

પગપાળા કરવા કોઈ રસ્તો નથી દરવાજો દેખાય નહીં,


મને શોધવા કરોડોમાં અક્ષૌમાં આગ જગાવ, 

છૂટકારો મને મળે નહીં એમ તારું હદય મારા અંતરમાં ગુંથાવ,


હું દુનિયાના ખેલ, છલ અને રંગ જોઇ છક થઈ ગ્યો છું,

મારા દિલમાં તિરાડ થઈ, મનમાં જ્વાલા ડરની મને બાળે છે,


મને મેળવવા તારા પ્રેમની હૂંફનો અંશ લેતી આવ, 

ચેન મને મળે નહી, તુ આવતા તારો સાથ લઇ આવ,


હું છુપાઈ જઉ, ભૂલો પડુ, વિખરાઈ જઉ, 

નસીબ સાથ આપે નહી, તારા ચમકે નહી,


તુ મારા માટે તારા પાલવમાં કુદરતની રહેમ માંગી લાવ,

તુ તારા મનમાં આપણાં મિલનનો ગાઢ એવો સંકલ્પ લેતી આવ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance