હું ઘર દીવડો
હું ઘર દીવડો


હું ઘર દીવડો ટમટમ કરતો
પાવનતા પ્રગટાઉં
દીપમાળા થઈ આંગણમાં
મંગલતા છલકાઉં
સંદેશો મારો જગ આખાને
ભલે સૂરજ સંતાયો
આવો લડીએ સાથ મળીને
કરી અંધારાનો સફાયો
વિપદાની આજ છે વેળા
કોરોના છે મહા ડંખીલો
દીપ જલાવી કરો પ્રાર્થના
લડો સહયોગી થઈ ગર્વીલા
દેશ આપણો, આપણે દેશના
બાંધવનો છે નાતો
સહયોગનું અભિયાન જ ક્રાંતિ
દીપ દ્વારે મલકાતો(૨)