હું દવા છું એના દર્દની
હું દવા છું એના દર્દની
હું દવા છું એના દર્દની, એ હકીકતને કદી સમજતા નથી,
એ બહુ નાદાન છે હજુ, શાયરી મારી સમજતા નથી !!
આંખો બોલે છે, હોઠ ચૂપ છે અહીં મારા એલાન - એ - ઈશ્કમાં,
એ નાદાન છે કેટલા, મૌન ભાષા પ્રેમની હજુ સમજતા નથી !!
દિપક, ચાંદ અને આંખોનાં તેજનું રહસ્ય સમજાવે છે નાદાન,
સૂર્ય થકી સઘળું જીવન, ને સૂર્યને જ સ્ત્રોત સમજતા નથી !!
પ્રેમમાં બધો હોશ ખોઈને જીવવું બેહોશીમાં, જાણીજોઈને,
મૈખાનાને ધિક્કારે છે એ જ નાદાન, જે શરાબને ચાખતા નથી !!
ઢળતી સંધ્યાએ અધૂરા અરમાનોની નાદાની ઓગળી રહી,
ને સૌંદર્ય અપ્રતિમ જીવન સંધ્યાનું હજુયે સમજતા નથી !!
એ હજુ યાદ કરે છે એવો વહેમ પોષે આ નાદાન હેડકીઓ,
ને એને હેડકી ન આવે તો માને છે કે અમે યાદ કરતા નથી !!
'પરમ' પ્રેમનો નાદાન આરંભ તો થતાં થઈ ગયો, હવે શું?,
'પાગલ' થયા એટલી હદે કે હવે અંજામથી અમે ડરતા નથી !!

