હું અને તું
હું અને તું
ચાલ તું અને હું એકમેક ને સહારે જીવી લઈએ,
જીવન ને તહેવાર સમજી,
ઉજવણી કરી લઈએ,
હું હવા બની જાઉં
તું બની જા ફૂલની ફોરમ,
મારા સંગે તારું અસ્તિત્વ મહેકાવી દઉં,
જગત માં તારું નામ રોશન કરી દઉં,
તારો હાથ એજ મારો સાથ,
તું જ મારા જીવનનો અહેસાસ,
તુજ મારી કવિતાનો પ્રાસ,
અને તુજ મારા મૌનનો અનુવાદ,
તારા સપનાઓને કરું સાકાર,
તારા જીવનને આપુ નવો આકાર,
બસ તું આપ મને સહકાર,
તું જ મારી ખુશીઓની ભંડાર,
બસ તું મારા જીવનની કેડી કંડાર,
આપણે દર્દ ને તાકાત બનાવી લઈએ,
અશ્રુઓને સ્મિતમાં પલટાવી દઈએ,
એકમેકમાં ભળી તું હું મટી,
આપણે બની જઈએ,
તું અનકહી વાતોને શબ્દોમાં વ્યક્ત કરી લે,
હું તારી વાર્તાનું કિરદાર બની જાઉં,
તું મારી હસીનું કારણ બની જા,
હું સ્મિતનો શણગાર સજી લઈશ,
ચાલ એકમેકમાં ભળી જઈએ,
જેમ સરિતા ભલે સાગરમાં એમ ભળી જઈએ.

