હું અને તું
હું અને તું


ખબર નથી, શું ખૂટે છે !
વિચાર્યું જરાક,
ને.. યાદ આવ્યું;
હું સાથે તું ખૂટે છે.
પછી યાદ આવ્યું કે,
હું સંગીત, તું સરગમ છે,
હું અવાજ, તું રાગ છે,
હું શબ્દ, તું ગીત છે;
હું અને તું એટલે;
સરસ સંબંધનું સમીકરણ,
હું અને તું એટલે;
સારા સંબંધોની ગૂંથણી,
હું અને તું એટલે;
જીવન સફરનો સંગાથ.