હું અગ્નિવીર
હું અગ્નિવીર
ભાવનામાં ક્યાંય કચાસ છે
ગુલામ હતાં એટલે વિદ્રોહની મનમાં ગાંઠ છે
મજકુર મુલવણીમાં કચાસ છે
તેથી ન્યાય તુરંત આપી દેવાય છે
વિચાર શક્તિ ક્યાંય છે
બોસ સારો નથી તેથી નોકરી છોડી દેવાય છે
બાપ કમાઈ પર મોબાઇલ રીચાર્જ થાય છે
જો સમજ સૂઝ અને સંસ્કાર અકબંધ હોત
બસ રેલવે વાહનો મહોલ્લા ગામ શહેરો
અગ્નિને સ્વાહા ના હોત
અગ્નિવીર શે પેદાં થશે
જો હાથમાં અગ્નિ હશે ?
ટીપે ટીપે સરોવર ભરાય
વડીલોની વાત કેમે ભૂલાય ?
ભાવનામાં કંઇક સારું કરવાનો હેતુ હશે
વડીલોના ઉદ્દેશ અને માર્ગદર્શન હશે
તો બાળકમાં રાષ્ટ્રપ્રેમની મશાલ ઝળહળતી રહેશે
રાષ્ટ્રે મને શું આપ્યું એ કરતાં મેં રાષ્ટ્રને શું આપ્યું એ ભાવના જાગશે
તે'દિ ભારતીય સર્વોચ્ય આસને બિરાજમાન હશે
