હતો
હતો
પ્રણયના નશામાં બેહોશ હતો,
યૌવનના નશામાં મદહોશ હતો.
જિંદગી ડાબા હાથે મૂકાઈ ગઈ,
તે પછી ઉદાસીમાં ખામોશ હતો.
આજે મળ્યો ને આજે ખોવાણો,
તે દોસ્તી રાખવામાં બાહોશ હતો.
અકાળે ન બનવાનું બનીને જ રહ્યું,
કાળના ચક્રવ્યુહમાં લાવારિસ હતો.
સિનેમાના ધી એન્ડમાં જંગ ખેલાશે,
એન્ડના છેલ્લા સીનમાં નામશેષ હતો.