હથેળીમાં, જો મારી
હથેળીમાં, જો મારી
હથેળીમાં જો મારી,
હશે કોઈ હસ્તરેખા,
એમાં, નામની તારી !
જીવનની રેખા,
કે, મસ્તિષ્ક રેખા,
કે પછી, કરામત હશે કોઈ ન્યારી !
ગ્રહોના પર્વતો ને,
ત્રિભુજ ચિહ્નો,
કે, હશે કોઈ ભાગ્ય રેખા સારી !
ચંદ્રની નિશાની,
કે, લગ્નની રેખા,
કે, પછી કોઈ અજબ નિશાની !
મિલનની આશા
કે, વિયોગ જનમનો,
કે, પછી કોઈ પ્રેમની, નવી કહાની !
હથેળીમાં જો મારી,
જરુર હશે, કોઈ પ્રણય રેખા,
એમાં, નામની તારી !