હતભાગી દીકરી
હતભાગી દીકરી
આજે મારી એક આંખમાંથી
ખુશીઓનાં આંસુ છલકી રહ્યાં હતાં ;
જયારે બીજી આંખમાંથી દર્દ અને વેદનાઓનો દરિયો !
ખુશીઓનાં આંસુ એટલા માટે કેમકે એ ક્રૂર જલ્લાદ સોનોગ્રાફી મશીનને હાથતાળી દઈ જન્મેલી આ -
બધી જ હયાત અને નસીબદાર દીકરીઓના અનમોલ હાસ્યને જોવાને કાયમ સદ્દભાગ્ય મળ્યું !
ગર્ભમાં હૈયાફાટ આક્રંદ કરી
ચીસો પાડતી દીકરીઓ તમે હતભાગી છો,
કેમકે તમારી સુંદર આંખો
એ દુષ્ટ માતાપિતા અને ક્રૂર દુનિયાને
જુઓ એ પહેલાં ગર્ભમાં જ શૂળી પર ચઢાવી દેવામાં આવી !
એક તો તમે,
એ દાનવ ડૉક્ટર અને હેવાન માતાપિતા આગળ
ચાલાક અને સમર્થ ન હતાં !
અથવા દીકરીની હત્યાના પાપની
ભયાનક વિનાશકતા સમજાવી શકવા માટે
અસમર્થ હતાં !
તેથીજ મારી આંખમાં આજે પણ
અસહ્ય દર્દ અને વેદનાઓનો દરિયો
ઝૂરી ઝૂરીને પળે પળ
વલોપાત કરી રહ્યો છે !