હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો
હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો
હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો...
આનંદી હતો, ને યંત્રવત્ થઈ ગયો,
સંબંધોને, 'લાઈક'થી, મુલવતો થઈ ગયો,
હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો !
લાખોની ભીડમાંય, અજાણ્યો થઈ ગયો,
'ફેસબુક'ને 'ટ્વિટર' પર, લોકપ્રિય થઈ ગયો,
હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો !
કુદરતની મહાનતા, સ્વીકારતાં ભૂલી ગયો,
'પ્રભાતે મોબાઈલ દર્શનમ્', કરતો થઈ ગયો,
હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો !
લાગણીને અભિવ્યક્ત, કરતાં ભૂલી ગયો,
ને, 'ઈમોજી'થી, કામ ચલાવતો થઈ ગયો,
હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો !
સાત્વિક ને પૌષ્ટિક, ભોજન ખાતાં ભૂલી ગયો,
'ઓનલાઈન ઓર્ડર', કરતો થઈ ગયો,
હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો !
પોતાની અસલ 'ચાહત' ને, મૂલવતાં ભૂલી ગયો,
મોબાઈલનાં વાદે, સરખામણી લોકોની, કરતો થઈ ગયો,
હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો !
આંગળીનાં ટેરવે, સંબંધ નિભાવતો થઈ ગયો,
ને...., હસતો રમતો માણસ, મોબાઈલ થઈ ગયો !
