હસ્તમેળાપ
હસ્તમેળાપ


હસ્તમેળાપના ઢોલ વાગ્યા,
અને લગ્નની શરણાઇ વાગી,
રુડા મંડપરોપણ થયા..
અને માણેકસ્થંભ રોપાયા,
રુડી જાન આવી માંડવે,
અને વરરાજા પોખણાં,
શરણાઇના સૂર વાગ્યા,
સાજન મહાજન મળ્યા,
સપ્તપદીના સાત ફેરા,
સાત ફેરે સાત વચન,
સાત રંગો અને સાત યાદો,
સુખ દુઃખમાં સાથે રહેવાને,
સપ્તરંગી મેઘધનૂષમાં,
મીઠી યાદો અને મીઠાં વચનો,
અગ્નિ સાક્ષીએ ધીમા પગલે,
જીવનભરના મૂક જીવન સંગી,
હસ્તમેળાપના ઢોલ વાગ્યા,
અને લગ્નની શરણાઇ વાગી.