STORYMIRROR

Dr. Foram Patel

Inspirational

3  

Dr. Foram Patel

Inspirational

હસતા રહીએ

હસતા રહીએ

1 min
180

રોજ સવારે સૂરજ દાદાના

આગમનને પ્રેમથી વધાવીએ,


ચોમેરે સુવાસ ફેલાવતી એ

વરસાદની બૂંદોને માણીએ,


બંધ આંખે જોયેલા દરેક

સપનાંને જીવતા શીખીએ,


પોતે જ પોતાના જીવનનાં

પુસ્તકનો આધાર બનીએ,


જાતે જ આપણી ખુશીઓના 

હેતાળ હસ્તાક્ષર શોધીએ,


સુંદર જીવતર માટે પ્રભુનો પાડ 

માની મનને હરખાવીએ,


સુખદ સંબંધોના સરનામાંની

લાગણીઓમાં ભીંજાઈએ,


ખુશીમાં ઝૂમતા રહી જીવતરની

દરેક પળને સજાવીએ,


દુઃખના દરવાજા તોડી સુખની

સોબત સંગ જીવીએ,


માન્યું કે સફર મુશ્કેલ છે પણ કોઈ

એક બહાને તો હસતા રહીએ..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational