હસતા હસતા જીવી જવાનું
હસતા હસતા જીવી જવાનું
ઉદાસ થઈ તલસવાનું ને,
મન ભરી ને રડી લેવાનું,
પાંપણ ને શું આંસુ ખરે બસ,
એતો મૂક બની આંખમાં તરે,
બંધ થયાં રસ્તા એકમેકના તોય શું,
મૌન બની ને સહયે જવાનું.
લાવ હથેળી તારી આંસુ ભરી,
હસતાં હસતાં જીવી જવાનું.
