STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

હશે તો ચાલશે...

હશે તો ચાલશે...

1 min
27.4K


કોઇપણ અડચણ હશે તો ચાલશે,

દિલમાં આ સમજણ હશે તો ચાલશે.


જિંદગી તો જીવવી છે શાનથી,

દુખનું પણ ભારણ હશે તો ચાલશે.


હું તો બસ તારો થવા ઈચ્છું સનમ,

આ જગત રાવણ હશે તો ચાલશે.


જ્ઞાન વેદોનું ભલે ના હોય પણ,

પ્રેમનું ડ્હાપણ હશે તો ચાલશે.


શાંતિ મળવી જોઇએ સૌને અહીં,

નાનું કો આંગણ હશે તો ચાલશે.


ક્યાં સુધી ટકવાની મારી લાલસા?

અંતે તો ખાપણ હશે તો ચાલશે.


થઇ જતું જો હોય કોઈનું ભલું,

જૂઠનું વળગણ હશે તો ચાલશે.


છો ગમે તેવી મુસીબત આવતી,

ઈશનું રક્ષણ હશે તો ચાલશે.


પ્રેમ સૌ 'ધબકાર'ને કરતા નહીં,

ફક્ત આકર્ષણ હશે તો ચાલશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational