હરખપદુડો
હરખપદુડો
નિતનવાં સ્પંદનો જન્મે ને મન કારણવગર દોડધામ કરે,
એ છે ઊર્મિઓથી પ્રજ્વલિત હું કેમ ઓલવી રહ્યો છું ?
વ્યક્ત કરવી છે પણ મર્યાદામાં જ રહેવું પડે છે કેમ ?
માપસર બોલવાની ચોકસાઈ ચૂકે ને કિંમત કાં ઘટે છે ?
રમકડું ઉપહાસનું બનું જો કારણવગર આપું છું સ્મિત,
હરખપડુડો વર્ણવે છે જો હું વાતવાતમાં જઉં છલકાઈ !
પણ હું શોધી લઉં જીવવાનો આનંદ આ રમુજમાંથી જ,
ઉભરાઈ ઢોળાવામાં જ રહી મારી લિજ્જત મારી તૃપ્તિ !
ક્યાં સૌ કોઈ વ્યક્ત કરે છે ખુશી, હરખફુવારા ઉડાડીને,
કેમ સમજાવું હરખ મારો આંબે આકાશની અસીમતા !

