હરિને ભજતાં
હરિને ભજતાં
ઈશ્વરે બનાવી આ સુંદર દુનિયા
તેના થકી જ જીવ સુંદર મળ્યા
હરિને ભજતાં મળે મોક્ષ પ્રાપ્તિ રે,
સુંદર મજાની દુનિયા તારી
એને માણવા જિંદગી મધૂરી
હરિને ભજતાં મળે મોક્ષ પ્રાપ્તિ રે,
ઈશ્વરને ભજવા વાણી મજાની
ભાવ ભક્તિની કમાલ મજાની
હરિને ભજતાં મળે મોક્ષ પ્રાપ્તિ રે,
સુખ દુઃખમાં સમતા અનોખી
જીવ જીવની પ્રીત મળી નોખી
હરિને ભજતાં મળે મોક્ષ પ્રાપ્તિ રે,
પથ્થરમાં પૂર્યા પ્રાણ હરિએ
મોક્ષ પ્રાપ્તિના માર્ગ હરિએ
હરિને ભજતાં મળે મોક્ષ પ્રાપ્તિ રે.
