Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Classics

5.0  

Prashant Subhashchandra Salunke

Classics

હરિ તારા નામ છે હજાર

હરિ તારા નામ છે હજાર

1 min
410


હરિ તારા નામ છે હજાર,

કયા નામે લખવી કંકોતરી;

રોજ રોજ બદલે મુકામ,

કયા નામે લખવી કંકોતરી.

હરિ તારા૦


મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો;

દ્વારિકામાં રાય રણછોડ,

કયા નામે લખવી કંકોતરી.

હરિ તારા૦


કોઈ સીતારામ કહે, કોઈ રાધેશ્યામ કહે;

કોઈ કહે નંદનો કિશોર,

કયા નામે લખવી કંકોતરી.

હરિ તારા૦


નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો;

મીરાંનો ગિરધર ગોપાલ,

કયા નામે લખવી કંકોતરી.

હરિ તારા૦


ભક્તોની રાખી ટેક, રૂપો ધર્યા અનેક;

અંતે તો એકનો એક,

કયા નામે લખવી કંકોતરી.

હરિ તારા૦


નામો તારાં હજાર, ગણતાં ન આવે પાર;

એક દીન કરો વિચાર,

કયા નામે લખવી કંકોતરી.

હરિ તારા૦


ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે;

ભૂલચૂક કરજો સૌ માફ,

કયા નામે લખવી કંકોતરી.

હરિ તારા૦


અમને લડાવો લાડ, રાખો ચરણની પાસ;

લેજો ભક્તોની સંભાળ,

કયા નામે લખવી કંકોતરી.

હરિ તારા૦


છેલ છોગાળા, લખી પ્રેમે કંકોતરી;

પહોંચે વૈકુંઠ મુકામ,

વૈકુંઠ ધામે લખવી કંકોતરી.

હરિ તારા૦


Rate this content
Log in

Similar gujarati poem from Classics