STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational

3  

Manishaben Jadav

Fantasy Inspirational

હરિ દેખાયા

હરિ દેખાયા

1 min
206

ઈશ્વર તારી દુનિયા સુંદર

ઈશ્વર વિના જંગ કાળાકહેર

સ્વપ્નમાં મને આજ હરિ દેખાયા,


પતંગિયાની પાંખે એ ઊડતાં

મોર બનીને ટહુકો કરતાં

સ્વપ્નમાં મને આજ હરિ દેખાયા,


દીન દુઃખીને દેખી એ મૂંઝાયા

કરવાને મદદ એણે ડગ માંડ્યા

સ્વપ્નમાં મને આજ હરિ દેખાયા,


બાળકના મુખે એ હસ્યા હસ્યા

યૌવનના ઉંબરે એ ખૂબ દોડ્યા

સ્વપ્નમાં મને આજ હરિ દેખાયા,


જોઈ ભેદભાવ માનવ માનવના

એ તો ખૂબ જ દુઃખ પામ્યા

સ્વપ્નમાં મને આજ હરિ દેખાયા,


ભૌતિક સંપત્તિના ઢગ કરી બેઠેલા

ઈશ્વરથી વિમુખ માનવને રૂઠેલા

સ્વપ્નમાં મને આજ હરિ દેખાયા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy