STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

હૃદયમાં

હૃદયમાં

1 min
251

વમળ શંકાના ઘેરાયા હવે તારા હૃદયમાં,

વહેમીલા મને કીધું કે ઉતારા હૃદયમાં,


નથી રાખ્યાં હવે તો ખાસ કોઈને નજરમાં,

જરા અમથી ખબર ફેલાઈ છે વારા હૃદયમાં, 


ભરોસો આજ કોનો ત્યાં કરું સાથે રખાવી,

દગાબાજી હવે તો કંઠસ્થ, ક્યારા હૃદયમાં, 


સમય નાચી નચાવે નાચ માયાના કરમથી,

ડગર આ પાતળી ને છે જ અંધારા હૃદયમાં,


સનમના નામથી વેપાર ફેલાવ્યો નગરમાં,

રજૂઆતો કરીએ ખૂબ પોબારા હૃદયમાં,


પ્રણયના રંગમાં રંગાઈ સાબિતી શું આપું ?

મફતમાં ત્યાં જ બદનામી મળી ભારા હૃદયમાં, 


કળી તો ફૂલ થાતા પતંગાઓ ભમે છે,

રક્ષક આવી કરે છે વાડ પરબારા હૃદયમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract