STORYMIRROR

Pallavi Gohel

Romance

3  

Pallavi Gohel

Romance

હૃદય ઝરૂખે

હૃદય ઝરૂખે

1 min
514

હૃદય ઝરૂખે મલકી રહ્યું છે,

મુખડું એક સોહામણું,

આંખોમાંથી હૃદયમાં વસી રહ્યું છે,

સપનું એક સોહામણું, મુખડું એક સોહામણું,

હૃદય ઝરૂખે મલકી રહ્યું છે,

મુખડું એક સોહામણું.....


પ્રેમ સ્પર્શ કેરું આ સ્પંદન,

વહી રહ્યું છે મુજ રોમે- રોમે,

શ્વાસ બનીને મહેકી રહ્યું છે,

મુજ જીવનનાં આંગણિયે,

હળવાશથી મને પંપાળતું ને,

હરખે મુજને નિહાળતું,

મુખડું એક સોહામણું,

હૃદય ઝરૂખે મલકી રહ્યું છે.......


ઝાંકળભીની ધુમ્મસમાં,

મળશું ક્યારેક ખીલેલી બહારમાં,

વિચારથી જ મુજને રોમાંચિત કરતું,

ને ધબકરમાં રણકો બની ધબકતું,

ક્ષણભરમાં મુજ અસ્તિત્વને ઓગાળતું,

મુખડું એક સોહામણું,

હૃદય ઝરૂખે મલકી રહ્યું છે......


હૃદય ઝરૂખે મલકી રહ્યું છે મુખડું એક સોહામણું,

આંખોમાંથી હૃદયમાં વસી રહ્યું છે સપનું એક સોહામણું....

મુખડું એક સોહામણું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance