STORYMIRROR

Nirav Rajani "शाद"

Romance

3  

Nirav Rajani "शाद"

Romance

હોય છે

હોય છે

1 min
329

હો સફરમાં જો તમે તો સાથ જેવું હોય છે,

જો ન હો તો, તો મને એ ઘાત જેવું હોય છે.


સાથ દેતા તા સફરમાં આપતાં તા જામ પણ,

સોમરસ જો ના મળે તો કાળ જેવું હોય છે.


પીવડાવ્યો પ્રેમરસ તે ને કર્યો છે તૃપ્ત જે,

પ્રેમરસ જો હોય તો એ વ્યાપ જેવું હોય છે.


છે એ સરગમ જો મળે તારી અને મારી તો એ,

આભ ધરતી પર જો એ તો રાગ જેવું હોય છે.


"શાદ" તો નીરવ થયો પણ જો તમે બોલાવશો,

મૌન ને નિઃશબ્દ દિલને વાત જેવું હોય છે .


Rate this content
Log in

Similar gujarati poem from Romance