હોય ભલેને
હોય ભલેને
હોય ભલેને દુઃખ હસતાં રહેવું મારે,
હોય ભલેને સુખ નમતા રહેવું મારે,
હોય ભલેને કંટક સમ જીવન,
ફૂલો સમ મહેકતા રહેવું મારે,
હોય ભલેને ભરતી કે ઓટ,
મધદરિયે નાવ હંકારતા રહેવું મારે,
હોય ભલેને પૂનમ કે અમાસ,
દીપક સમ ઝળહળતા રહેવું મારે,
હોય ભલેને જીંદગીની કસોટી,
અનુભવની એરણે ચડતા રહેવું મારે....
