STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

હોળીના રંગ હજાર

હોળીના રંગ હજાર

1 min
948


હોળી આઈ હોળી આઈ

રંગભીંની પીચકારી લાઈ

બાળક સૌ હરખાય.


હોળીના રંગ હજાર

એક ચડે એક ઉતરે

લાલ,પીળો અને વાદળી

મેઘધનુષના સાત રંગ

જા..ની..વા..લા..પી..ના..રા..

ચાલ ગમતાને કરીએ ગુલાલ


જીવનના અનેક રંગ

અનેક સંગ ઉમંગ

કેસર રંગી ધજા ફરકે

કેસર રંગી હોળી

બેય હથેળી મારીજાણે

કેસરમાં ઝબકોળી

ચાલ ગમતાને કરીએ ગુલાલ


ફાગણિયો ફાગ લાવ્યો

પૂનમનો ચાંદ લાવ્યો

ઢમ ઢમ ઢોલ વાગ્યો

ગુલાબી ગુલાલ ઉડે

હોળી આઈ હોળી આઈ

ચાલો ગમતાને કરીએ ગુલાલ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational