હોળી
હોળી


આવી રે હોળી; લાવો રંગોની ઝોળી
ગોપ-ગોવાળો સંગ આવી કાન્હાની ટોળી
પીળું પિતાંબર ને ઝરકસી જામો
કનક પિચકારી લઈને આવ્યો છે કાનો!
રાધા ને ગોપીઓના હાથમાં રંગની બોરી
કાનો પણ નહીં જવા દે આજ ગોપીઓને કોરી..
સરરરરર... કરતી કાન્હાએ મારી પિચકારી
મન મૂકીને ખેલે છે વ્રજના નર-નારી
ચાલને કાનુડા ; એવી કર તું રંગ-ધાર
ન થાય કોઈને ભાળ ;
કોણ છે રંક ને કોણ રાજાના કુમાર
ફાગણ ફોરમતો ને કેસૂડો રાતોચોળ
કાન્હાના રાસમાં સૌ થયા છે તરબોળ
રંગોનો આ પર્વ, આવો મેલીને સઘળો ગર્વ
મ્હાલીએ ને માણીએ આ જીવન - ઉત્સવ!