હોળી
હોળી
માસ ફાગણ, પૂનમના દિવસે,
હોળી પર્વ પૂરો દેશ ઉજવશે,
દૈવીશક્તિઓ તણો વિજય થશે,
તાકાતો આસુરી પરાસ્ત બનશે,
પ્રભુ એ સુણી પ્રહલાદનો સાદ,
રક્ષા કરી તેને ઉગાર્યા આબાદ,
પ્રાચીન કાળથી ચાલતી આ કથા,
જળવાઈ રહી છે હજી એ પ્રથા,
લોકો ભૂલતા જુના વેર ને ઝેર,
ઊડતા રંગ, ગુલાલ ઘેર ઘેર,
પૂજન કરી હોળી પ્રગટવતા,
કામના શુભ સંકલ્પથી કરતા,
આસુરીતાકાતો તણો નાશ થાય,
પ્રેમની સુવાસ દિલોમાં ફેલાય,
ખુશાલી પ્રેમભાવ સર્વત્ર રેલાય,
તો ઉત્સવનો મહિમા જળવાય.
