હોઈ શકે
હોઈ શકે
પ્રેમનો પંથ ઇશ્કની રાહ હોઈ શકે
લોકોની નજરમાં ગુનાહ હોઈ શકે.
તણાઈ જવાની આરે પહોંચી હવે
ધસમસતો કોઈક પ્રવાહ હોઈ શકે.
ચહેરે મારા એક રાખું છું હિજાબ
મુજ પર કોઈની નિગાહ હોઈ શકે.
આંખો જગતની મુજ પર ઠરી છે
દિલમાં છલોછલ ચાહ હોઈ શકે.
નિવાસ મળ્યો છે મુજ મુસાફરને
આપના હૃદયમાં પનાહ હોઈ શકે.
શિખામણ ખોટી જગભરની 'અંજુ'
કે પ્રેમ જ સાચી સલાહ હોઈ શકે.

