હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ …
હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ …
હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ (૨)
મા તારા હૈયામાં મસ્તીથી ગાજંતા ગાજંતા દીઠા અષાઢી રે મેઘ,…………….મા અમે દીઠા અષાઢી રે મેઘ.
ને ધન્ય અમે…(૨)
લાલ થઈ ઝીલ્યા એ ધસમસતા પૂર ….ઓ માત અમે ઝીલ્યા એ ધસમસતા પૂર ….હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ (૨).
એ સાગરના હિલોળે જ લહેરાતા લહેરાતા.. સૂણ્યા અમે હાલરડાંના બોલ……………..માડી અમે ઝીલ્યા હાલરડાંના બોલ
ને માડી ઓ માડી….એ બોલે જ ખીલ્યા આ બાળપણ…ને લાલ થઈ માણ્યા એ મઘમઘતા સંપૂટ….હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ (૨).
હે માત તારી (2)…
હથેલીની થાપલીમાં ઘોળ્યા રે ઘોળ્યા રે… લાખેણા લાડના રે કુંભ……રે માડી તેં ઘોળ્યા લાખેણા લાડના રે કુંભ
એ ઝીલીને અંગ અંગ મહેંક્યાં જ…મહેક્યાં જ..………..ને વ્હાલ ભરી ચાખ્યા કસુંબલ રે ઘૂંટ…
….હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ (૨)
હે મા તારાં અધરોની ચૂમીમાં ઘોળાતી ઘોળાતી ..ઝીલી અમે સ્નેહની સુગંધ…………..હે માત અમે ઝીલી રે સ્નેહની સુગંધ.
ને ભલી ચૈતન્ય સૃષ્ટિના રંગે ઉમંગે….લાલ થઈ ચાખ્યા જ અમૃતના ઘૂંટ….હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ (૨).
સ્વાર્થી જગતમાં મા તું જ એક વિરડી…સંસારે ઝગમગતી આશ………………..રે માડી સંસારે ઝગમગતી આશ
કેમ જ ભૂલું ઓ જનની જશોદા (૨)
રે ભાગ્ય લઈ કોણ આળોટ્યું આંગણની ધૂળ…ને વસુધાએ માણ્યાતા બ્રહ્માંડી સુખ….હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ (૨)
