STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

હંમેશા માટે વસનારો

હંમેશા માટે વસનારો

1 min
127

નથી હું આસમાનનો તારો,

નથી હું ધરતી ઉપર રહેનારો,

હું તો છું તારા કોમળ દિલમાં,

હંમેશા માટે વસનારો,


પૂનમની રઢીયાળી રાતે આવી જા,

તારી ચમકતી સૂરત દેખાડી જા,

નયનોમાં મારી તસ્વીર વસાવી જા, 

મુજ સંગ મધુર મિલન કરી જા, 


નથી હું તડપાવનારો,

નથી હું તરસાવનારો,

હું તો છું તારા કોમળ દિલમાં,

હંમેશા માટે વસનારો,


મારા પ્રેમની રાગિણી બની જા,

શ્વાસોની સરગમ રેલાવી જા,

પ્રેમની જ્યોત દિલમાં પ્રગટાવી જા,

જીવનનો અંધકાર દૂર કરી જા,


નથી હું નફરત કરનારો,

નથી હું સિતમ કરનારો,

"મુરલી" તો છે તારા કોમળ દિલમાં,

હંમેશા માટે વસનારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance