હમસફર
હમસફર


હું કદી કોઈની હમસફર ક્યાં હતી ?
કોઈના પ્રેમમાં તરબતર ક્યાં હતી ?
જિંદગી ના ભલે થોભતી હોય ત્યાં
તું ન આવે મજાની સફર ક્યાં હતી.
હો ગમે તેટલા પણ સગા શું થયું ?
વાત અંગત તારા વગર ક્યાં હતી.
ફૂલના સાથમાં કંટકો પાથર્યા
સૂંઘવાને હવે એ જીગર ક્યાં હતી ?
ફૂલ ફોરમ બધે પ્રસરી તો હશે.
પણ હવે એ હવામાં અસર ક્યાં હતી ?
કાંઈ કહેવું નથી તું સમજદાર છે.
છોડ, મારી કદી પણ કદર ક્યાં હતી ?
તું જશે ક્યાંય ના એક'દિ આવશે
રાહ જોઈ ઘણી પણ સબર ક્યાં હતી ?