હળવાશમાં ૧૧
હળવાશમાં ૧૧

1 min

12.2K
ખળખળ વહી ગુમ થઇ નદી મૃગજળ હવે હળવાશમાં,
વનવાસમાં ગઇ પાનખર કૂંપળ બધી નરમાશમાં.
અંધાર ચારેકોર ને ભેંકાર ભાસે આભમાં,
ભૂલી પડી આશા વદે શોધો મને અજવાસમાં.
આખા જગતને એક મીઠીમધ નજરથી શેકતી,
ઝાકળ તણી બુંદો ભળી પાંપણ મહી ભીનાશમાં.
કામે લગાડો શોખને સપના મહી જોતા રહ્યાં,
કહું છું સઘન તપ આદરો ઉત્તમ બનો નવરાશમાં.
એના એ કડવા બોલને પણ અવગણી બેઠા સદા,
જાણો જરા સાચા અને મોટા ગુણો કડવાશમાં.