હળવાશ ૪૨
હળવાશ ૪૨


પ્રીતના પારણે સાવ હળવાશ છે,
મીઠડાં પ્રેમની પાસ ભીનાશ છે.
ક્યાં સરે હોઠથી ! દિલ અડપલા કરે,
ગાલના ખંજને આજ લાલાશ છે.
વાત આજે કહી મેં તને ખાનગી,
પ્રેમમાં જાત થોડીક બદમાશ છે.
છો બનાવી હતી મૌનની મેં કબર,
શબ્દ તારા ભળ્યા એજ મીઠાશ છે.
દર્દમાં તું મળે આંખ મારી ઝરે,
બૂંદ ચળકે લલાટે શું ખારાશ છે ?
રાહ તકતી રહી જિંદગી પ્રેમની,
અંતકાળે મળ્યાની મને હાશ છે.
સાદ ભીતર પડે ,રાત તડપાવતી,
મેઘ "ઝાકળ" બન્યું ફૂલ નરમાશ છે.