STORYMIRROR

Chaitanya Joshi

Classics

3  

Chaitanya Joshi

Classics

હકીકત

હકીકત

1 min
27.6K


અસત્યનું સદાય ખંડન કરે છે હકીકત,

સત્ય હરહંમેશ બહાર લાવે છે હકીકત,


અફવા કે શંકા પોતાનું કદ વિસ્તારતી ને,

જૂઠનો પર્દાફાશ કરીને ધરે છે હકીકત,


કેટકેટલાય સવાલો શમી જતા સહજ,

જ્યાં આવી સન્મુખ ખડી રહે છે હકીકત,


અધકચરી માહિતી પૂર્વગ્રહોને નોતરતી,

સારી કે નઠારી બાબત કહે છે હકીકત,


ક્યારેક ગમે કે ખમે જાણ્યા પછી સત્ય,

વહેલા કે મોડી સૌ સ્વીકારે છે હકીકત.


Rate this content
Log in

Similar gujarati poem from Classics