STORYMIRROR

Nana Mohammedamin

Inspirational

4  

Nana Mohammedamin

Inspirational

હજી બાકી છે

હજી બાકી છે

1 min
522

ક્યારેક ધૂપ-છાંવ પરંતુ કેટલા તોફાન હજી બાકી છે,

અરે ! જીવનમાં કેટલાય ઈમ્તેહાન હજી બાકી છે.


ઓ જીતનારાઓ તમારી જીત પર ગુરુર ના કરો,

જીતી ગયા જમીન તો આ આસમાન હજી બાકી છે.


જ્યાં સુધી તું માનશે નહીં ત્યાં સુધી તું હારશે નહીં, 

કોશિશ જારી રાખજે તું તારામાં જાન હજી બાકી છે.


કરજે તું શબ્દોનો ઉપયોગ જરા સંભાળી-સંભાળીને

તલવાર તો બની ગઈ પરંતુ મ્યાન હજી બાકી છે.


મંઝિલ તરફ કદમ વધારવાથી અંતર જરૂર ઘટશે, 

મીટાવજે મંઝિલ પર જે બધો થાક હજી બાકી છે.


કિસ્મત પર ભરોસો રાખી તું નિરાશ થતો નહીં, 

"નાના" તુ તો આઝાદ પંખી, તારી ઉડાન હજી બાકી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational