હિરલાંની ગાંઠ
હિરલાંની ગાંઠ
ઓછા રે પડયા પૂનમ તારા
અજવાળા ઓછા રે પડયા
ભાંગેલા કાળજાની કોર કેરા કટકાં
ગોતી ગોતી થાકયાં તોય કયાંય ન મળ્યા
કાળજાના કટકાં
હીરલાની ગાંઠે ગૂંથાયેલ મન મારુ
રડું રડું થાય આજ
સ્નેહ કેરી સોયમાં પરોવીના પરોવાય
મારા દલડાંનો દોર
આજ ચોમેર વરસે અજવાળુ તોય
તારા વિના મારા અંતરનો બાગ રહયો કોરો
ધરતીને લૂંટતા ખૂદ રે લૂંટાણા
જાવું હતું કયાં ને ક્યાં ને જઈ ચડયા
વાલમ તારી પ્રિતે મે પાલવ બાંધ્યા
પૂનમ તારા અજવાળા ઓછા પડયાં

