હિંમતવાન પતિ
હિંમતવાન પતિ
છે માનો દુલારો, સૌથી નાનો ફેમિલીમાં,
આપ્યું સ્થાન સૌથી ઊંચું પોતે હૃદયમાં માઁ - બાપને,
પ્રેમ એટલો ભાઈઓ માટે જાણે સાક્ષાત લક્ષ્મણ,
કર્યા ખુબ તોફાન મસ્તી છતાં છે એક આગવું સ્થાન,
હિંમત, સાહસ, તાકાત ને કુશળતા જેવા હથિયાર એના,
લીડરશીપ કોલેજકાળની એવી જાણે સૌ કોઈ બન્યા દિવાના,
લગાવી દોટ અભ્યાસની સાથે જ કામ પાછળ,
આપી સર્વસ્વ ને કર્યું સર્જન શૂન્યમાંથી,
ભરી ગજબ સાહસવૃત્તિ, કામ ગમે તે હોય,
પહોંચે તળિયે કામના મેળવવાં સફળતા,
ના કોઈ ડર, ના ખોટું કરવું, ના ખોટું લેવું,
ના છોડે સાથ સાચાનો પછી ભલે લેવી પડે બદનામી,
પાયો પ્રેમતણો પ્યાલો બાળકો અને હમસફરને,
આપી અપાર પ્રેમ સ્વર્ગને જ ઉતાર્યું ધરતી પર,
ના ખૂટે પ્રેમ, ના સાહસ, ના હિંમત,
આપી સાથ મને ડગલે - પગલે, કર્યું જીવન કૃતજ્ઞ,
આવા સાચા માણસો ના જોયા છે ના જોઈશ,
એવા અતિ મૂલ્યવાન, કિંમતી કોહિનૂર છે મારાં હસુ.
