Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Inspirational

3  

Hiten Patel

Inspirational

હિન્દુસ્તાન - 3

હિન્દુસ્તાન - 3

1 min
175


પંજાબનું ખુમાર રક્ત,

શૂરવીર સોરઠી ભક્ત,


દક્ષિણે કલાનિપુણ લોક:

સમસ્ત ધર્મપ્રિય વિલોક !


સાહસિક, શ્રમિક હિન્દવાસી,

જગતને તીર તીર છવાયા;


પ્રેમે અમીરસ પીવડાવી

આત્મીય ફૂલ રોપ વાયા:


ગુણિયલ સહુ ભારતી બાળ

ઉન્નત શિરે શું મોતીહાર !


સૌમ્ય સનાતન હિન્દુસ્તાન

આપણ અનહદ પ્યારો પ્રાણ !


ભાલે કુમકુમ તણી બિંદી રાતી

ને કર વિષે ચૂડી, કંકણ સુહાતી;


નયન લજ્જા તળે અતિ ચંચલ:

મરક્તી હરિણી શી ચાલ ચપલ.


સાડી તણા ઘૂમટે કાંઈ

અંગ નિખરતું અપાર;


આર્ય નારી પતિવ્રતા

ને સાવજ સમો રણકાર:


પ્રભાતે કૂણી પુષ્પકળી ખીલતી

ચંદ્રવદન મોહિની તેમ હસતી.


સૌમ્ય સનાતન હિન્દુસ્તાન

આપણ અનહદ પ્યારો પ્રાણ !

( ક્રમશઃ )


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational