STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

હિંદીના પૂજારી

હિંદીના પૂજારી

1 min
312

હિંદી આપણી સંસ્કૃતિનું સન્માન છે,

હિંદી હિંદુસ્તાનનું સ્વાભિમાન છે,

હિંદીના પૂજારી બનશું આપણે 

હિંદીનું પૂજનીય સ્થાન છે, 

 

હિંદી ભાષા બહુ જ આસાન છે,

હિંદી દેશ માટે વરદાન છે,

હિંદીના પૂજારી બનશું આપણે

હિંદી રાષ્ટ્રહિતનું અનેરું ગાન છે,

 

હિંદી આત્મીયતાની અનુસંધાન છે,

હિંદી સદ્ભાવનાથી મસ્તાન છે,

હિંદીના પૂજારી બનશું આપણે

હિંદી રાષ્ટ્રીય ચેતનાનું ઉત્થાન છે,

 

હિંદી ભારતીય એકતાની જાન છે,

હિંદી આપણા સંવિધાનની શાન છે,

હિંદીના પૂજારી બનશું આપણે

હિંદી પરસ્પર પ્રેમની પહેચાન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract