હિંડોળે ઝૂલે રાધાકૃષ્ણ
હિંડોળે ઝૂલે રાધાકૃષ્ણ
રંગીલી રાતડી આભે પૂનમ ચાંદ,
વાટ જોતી કાનની રુદીયે રાધારાણી,
ઝગમગ પ્રગટાવીયો પ્રેમનો દીવડો,
દ્વારકા જઈ વસ્યો છે શ્યામમુરારી,
હિંડોળે ઝૂલશે રાધે કાનના સંગમાં
મીટ મંડાશે પ્રેમના અવિરત ભરી,
વાંસળી વગાડી મનમોહક ગિરધારી,
સહિયર, કા'નના સંગમાં રાધે જોડાઈ,
આવે છે યાદ ગોકુળની સરવાણી,
રાધે, બંસી કાનના કાળજે કોરાણી.