STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational Others

4  

Pranav Kava

Abstract Inspirational Others

હેત

હેત

1 min
276

માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સમાન હેત,

લાગણીના લહેકરા કરતું ભાવભીનું હેત,


માનવીય મૂલ્યોથી આવકાર આપતું હેત,

દયાભાવથી મનને શાંતિમય બનાવતું હેત,


મદદની ભાવનાથી ઝંખતું વ્હાલપનું હેત,

પુરુષાર્થથી જન્મ લેતું માર્ગદર્શનનું હેત,


કુદરતના ખોળે હસતા ખેલતાં વૃક્ષોનું હેત,

ગુરુ શિષ્યના મતથી મહેકતું સદાચારનું હેત,


એકતાના સૂત્રથી બનતું સહવાસના ક્ષેત્રનું હેત,

"પ્રણવની કલમે" અક્ષરોને મળતું કલમનું હેત.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract