STORYMIRROR

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

હેપી ગણેશ ચતુર્થી

હેપી ગણેશ ચતુર્થી

1 min
27.2K


આજના મંગલદીને વિઘ્નેશ્વરને

મારા કોટી કોટી વંદન,

આપની આંખો ભલે નાની

પણ દીર્ઘ દ્રષ્ટિની પ્રેરણા આપે.


આપના મુખનો અડધો દંત કહે,

બુદ્ધિ રૂપિ જ્ઞાન અધુરુ ને,

પૂર્ણ દંત પૂર્ણ શ્રધ્ધાનું સુચન કરે.


આપની સુંઢ સારી વસ્તુઓ ગ્રહણ

કરી વહેચીને ભોગવવાનું કહે,

સુપડા જેવા કાન સારી વાતોગ્રહણ કરી,

ખરાબ વાતોને ટાળવાની સમજ આપે.


આપનુ મોટું પેટ ગણપતિ બધી જ

વાતો ગ્રહણ કરે ને બઘાને સાંભળે,

નાના પગ સમર્થતા ને,

સ્થિરતાની સમજ આપે.


આપના આવા અનન્ય ગુણોનું,

પુજન કરી કટીબધ્ઘ બનીને,

સાચા અર્થમાં મારા જીવનમાં,

ગણેશ ઉત્સવની ઉજવણી કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational