STORYMIRROR

"Komal Deriya"

Inspirational Children

4  

"Komal Deriya"

Inspirational Children

હે માનવી તું જરાક માણસ થા

હે માનવી તું જરાક માણસ થા

1 min
313

અડકવા ધગધગતા સૂર્યને તું હનુમાન થા,

કાં અનંત ગગનમાં વિચરવા તું પંખી થા,

ભલે તું ના બની શકે મહાવીર બુધ્ધ 

બસ હે માનવી તું જરાક માણસ થા,


નિત્ય હવે કામમાં તારા તું ઈમાનદાર થા,

ઘરમાં તારા તું સૌને પ્રેમાળ પરિજન થા,

ભલે તું ના બની શકે મહાત્મા ગાંધી

બસ હે માનવી તું જરાક માણસ થા,


જો કયાંક કપટ કરે તો નટખટ કાનુડો થા, 

અને યુદ્ધ સમયે મર્યાદાપુરુષોત્તમ રામ થા,

ભલે તું ના બની શકે પ્રકૃતિનો સર્જનહાર 

બસ હે માનવી તું જરાક માણસ થા,


મહાન બનવા તું ફક્ત સ્ત્રીઓનું સન્માન થા,

બધી જ બહેનોનો તું લાડકવાયો ભાઈ થા,

ભલે તું ના બની શકે પાલનહાર દીકરી નો

બસ હે માનવી તું જરાક માણસ થા,


સીમા પર લડનારો શાંતિદૂત જવાન થા,

દેશનો સંતાન તું અહીં શ્રેષ્ઠ નાગરિક થા,

ભલે તું ના બની શકે સ્વામી વિવેકાનંદ 

બસ હે માનવી તું જરાક માણસ થા,


તું ભલે હિન્દુ મુસ્લિમ કે ખ્રિસ્તી થા,

કે પછી તું શીખ અથવા પારસી થા,

ભલે તું ના બની શકે એક હિન્દુસ્તાની 

બસ હે માનવી તું જરાક માણસ થા,


સમાજ માટે લડવું હોય તો આગેવાન થા,

'ને સમાજ બદલવો હોય તો માસ્તર થા,

ભલે તું ના બની શકે સભ્ય વિશ્વકુટુંબનો

બસ હે માનવી તું જરાક માણસ થા,

તું દેશના ભાવિ રથનો સારથી થા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational