Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Desai

Drama

3  

Rahul Desai

Drama

હે કૃષ્ણ, તારા શરણમાં આવવું છે

હે કૃષ્ણ, તારા શરણમાં આવવું છે

1 min
474


વારે ઘડીયે રંગ બદલતી આ દુનિયામાં,

હે કૃષ્ણ !! મારે તારા રંગે રંગાવું છે હવે.


આ મતલબના સૂર પર નચાવતી આ દુનિયામાં,

હે કૃષ્ણ !! મારે તારી મોરલીના સૂરમાં ખોવાઉ છે હવે.


અનેક કિરદાર નિભાવી હું થાક્યો ઘણો,

હે કૃષ્ણ !! મારે તારી ગોપી બની રાસ રમવું છે હવે.


પળેપળ બદલતી આ પ્રેમ શબ્દની વ્યાખ્યા, કેવી છે આ દુનિયા? ,

હે કૃષ્ણ !! મારે તો તારી રાધા બની ને જ રહેવું છે હવે.


ભટકયો તો છું હું મારા લક્ષ્યથી અને શોધું છું ખુદ ને આ દુનિયામાં,

હે કૃષ્ણ !! મારે તો તારો અર્જુન બનીને રહેવું છે હવે.


મિત્રતા તો માત્ર સ્વાર્થ માટે વપરાતી થઈ ગઈ છે આ દુનિયામાં,

હે કૃષ્ણ !! મારે તો તારો સુદામા થઈને રહેવું છે હવે.


શ્રદ્ધા અને ભક્તિ તો માત્ર દેખાડો બની રહી ગયો છે આ દુનિયામાં,

હે કૃષ્ણ !! મને તો તારી ભક્તિના સમુદ્રમાં તણાઈ જાઉં છે હવે.


હે કૃષ્ણ !! તારા શરણમાં આવું છે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama