હૈયે પ્રેમની વિરાસત રાખું છું
હૈયે પ્રેમની વિરાસત રાખું છું
દિલ ફાડીને તારા માટે હું ચાહત રાખું છું,
તમારી જ આ દિલમાં વસાહત રાખું છું,
અળગા નથી થતા તમે એક પળ દિલથી,
આઠો પ્રહર તમને હૈયામાં સલામત રાખું છું,
તમારા સિવાય કોઈ પ્રવેશી નહીં શકે હૈયે,
એવી ભરોસામય દિલની ઇમારત રાખું છું,
દુનિયાની કોઈ તાકાત અલગ ના કરી શકે,
એવી તાકાતવર ખુદાની ઇબાદત રાખું છું,
કોઈ સમસ્યા બુઝાવી ના શકે પ્રેમના દીપને,
એવી હું હૈયે મારે તારા માટે ઇનાયત રાખું છું,
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ છું હું તો,
હૈયે મારે તમારા પ્રેમની રિયાસત રાખું છું.